2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકો પર ટેટ પરીક્ષા ફરજિયાત થોપી દેવાનો વિરોધ: ગુજરાતના 22 જિલ્લાઓમાં એકસાથે વિરોધ પ્રદર્શનમોરબી: ટેટ (TET) પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે એક દિવસીય ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની ન્યાયિક માંગણીઓ રજૂ કરવામાં આવશે.મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરાએ જણાવ્યું હતું કે, ઓલ ઈન્ડિયા પ્રાઈમરી ટીચર્સ ફેડરેશન (AIPTF) દ્વારા ગત તારીખ 10 જૂનના રોજ મળેલી મીટિંગમાં લેવાયેલા નિર્ણય અને સૂચના અનુસાર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની પરિષદ દ્વારા તારીખ 12 ના રોજ પત્ર લખીને આજ રોજ તારીખ 17 ના દિવસે ધરણા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે ગુજરાત રાજ્યના 22 જિલ્લાઓમાં એકસાથે આ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમણે વધુમાં વિગતો આપતા જણાવ્યું કે, RTE 2009 ના કાયદાના અનુસંધાને જે શિક્ષકો વર્ષ 2010 પહેલાં નોકરીમાં લાગેલા છે, તે સમયે આવી કોઈ ટેસ્ટ કે પરીક્ષાની જોગવાઈ નહોતી. ગુજરાતમાં આ કાયદાની અમલવારી વર્ષ 2010 થી થઈ અને આ ભરતી પ્રક્રિયા વર્ષ 2011 સુધી ચાલી હતી, જેથી તે શિક્ષકોએ ટેટ પરીક્ષા પાસ કરી નથી.પરંતુ હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપીને શિક્ષકો પર પરાણે ટેટ પરીક્ષા પાસ કરવાનું થોપવામાં આવી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે ટેટ પાસ કરો તો જ પ્રમોશન મળશે. આ નિર્ણયનો શિક્ષકો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જૂના શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiTeachers #Protest #TETExam #MorbiNews #GujaratNews #PrimaryTeachers #AIPTF #EducationDepartment