મોરબી : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- રાજકોટ દ્વારા મોરબી જિલ્લાના શિક્ષકોને યોગ અને દેશી રમતોની તાલીમ D.I.E.T- રાજકોટના લેકચરર ડો. હેમાંગીબેન તેરૈયાના નૈતૃત્વ હેઠળ આપવામાં આવી હતી. 20 થી 22 જૂન દરમિયાન વાંકાનેરના ગાયત્રી મંદિર આ તાલીમ યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લાના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ત્રણ દિવસ દરમિયાન મોરબી જિલ્લાના શિક્ષકોને તજજ્ઞો દ્વારા વિવિધ યોગ, કસરત, જૂની વિસરાય ગયેલી રમતો તેમજ અન્ય યૌગિક જ્ઞાન આપવામાં આવ્યું હતું. સાથે સાથે ધ્યાન, વ્યાયામ ,અષ્ટાંગ યોગ, જેવા વિવિધ મુદ્દાઓનું વિસ્તારપૂર્વક જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ યોગ, કસરત, વ્યાયામ અને દેશી રમતોનું શિક્ષણ શિક્ષકો દ્વારા પોતાની શાળામાં દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને યોગ શિક્ષણ દ્વારા શાળાના બાળકો આ યોગના લાભ લે એ બાબતે D.I.E.T- રાજકોટના લેક્ચરર ડો. હેમાંગીબેન તેરૈયાએ ખાસ ભાર મૂક્યો હતો. આ ત્રણ દિવસની તાલીમને સફળ બનાવવા ડો. હેમાંગીબેન તેરૈયા, ધ્રુવગીરી ગોસ્વામી, ધવલભાઈ મહેતા તેમજ અન્ય શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી.