દિવાળીના વેકેશનમાં ચૂંટણી પંચે હાથ ધરેલી ડોર ટુ ડોર ઝુંબેશે શિક્ષકોના વેકેશન બગાડ્યા મોરબી : મોરબી જિલ્લામા શિક્ષકોને બીએલઓની જે કામગીરી સોંપવામાં આવે છે. તેની સામે શિક્ષકો ભારે ત્રસ્ત જોવા મળી રહ્યા છે. આ કામગીરીમાં ખૂબ હેરાનગતિ થતી હોવાના શિક્ષકોના સુર ઉઠ્યા છે. વધુમાં આ પ્રકારની કામગીરી નિયમ મુજબ ન સોંપી શકાય તેવા પણ શિક્ષકોએ આક્ષેપો કર્યા છે. શિક્ષકોના જણાવ્યા મુજબ બીએલઓની કામગીરીમાં ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. મતદારો પાસે આધારકાર્ડની ઝેરોક્ષ હોતી નથી. વેકેશન અને તહેવારોના કારણે મતદારો હાજર હોતા નથી. ઘરે ઘરે જવાનું હોય ત્યારે સવારે 9.00થી 12.00 અને સાંજે 4.00થી 6.00 સુધી જ કોઈના ઘરે જવાય, આ કામગીરી રવિવારે બુથ ઉપર બેસીને પણ કરી શકાય એમ હતી. વળી આ બધી કપરી અને કઠિન કામગીરી બહેનોને આપવાની ન હતી છતાં બહેનોને પણ આપવામાં આવે છે. મામલતદારના સ્ટાફ દ્વારા બી.એલ.ઓ.ને વારંવાર કોલ કરવામાં આવે છે, વોટ્સએપ કરવામાં આવે છે. સાહિત્ય લઈ જાવ, ઓર્ડર લઈ જાવ, અંદરના ગામડાંમાં ફરજ બજાવતા શિક્ષકોને કોઈ ટી.એ.ડી.એ તો આપતું નથી. સ્વખર્ચે આવવા જવાનું હોય છે. ઉપરાંત બીએલઓની કામગીરી સોપાતા શિક્ષકોનું વેકેશન પણ બગડ્યું હતું.