મોરબી : તા. 5 સપ્ટેમ્બરે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે દેશભરમાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબીના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં પણ શિક્ષક દિવસ ઉજવાયો હતો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મોરબીમાં ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીના વાલીઓએ પણ શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો. જેમાં વીરસોડિયા મિતલબેન, વિડજા શારદાબેન, પંચાસરા જાગૃતીબેન, જાગાણી ક્રિષ્નાબેન, બેરા મોનિકાબેનને નાના બાળકોને માતૃ વાત્સલ્ય સભર રસપ્રદ શિક્ષણ આપ્યું હતું. ધોરણ 5 થી 12ના 100થી વધારે વિદ્યાર્થીઓએ શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમજ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો સભામાં રજૂ કર્યા હતા. પૂજ્ય નીલકંઠદાસજી સ્વામીએ તેમજ આચાર્ય અલ્પેશભાઈએ વિદ્યાર્થીઓને શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું.