મોરબી : મોરબીમાં જેતપર ખાતે તપોવન વિદ્યાલય અને નિલકંઠ વિદ્યાલયના શિક્ષકો માટે બે દિવસીય ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. મોરબીમાં જેતપર ખાતે આવેલ તપોવન વિદ્યા સંકુલ અને ઈન્ટરનેશનલ લાયન્સ ક્લબ દ્વારા તપોવન વિદ્યાલય અને નિલકંઠ વિદ્યાલયના ટીચરો માટે બે દિવસીય TTW- ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન કરવામા આવ્યું હતું. TTW -ટીચર ટ્રેનીંગ વર્કશોપમાં વસંતભાઈ મોવલિયા, ચંદ્રકાંતભાઈ દફતરી, લાયન્સ ક્લબના પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરીયા, રમેશભાઈ રૂપાલા, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, તપોવન વિદ્યાલયના પ્રમુખ જીતુભાઈ વડસોલા, B.R.C કોર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા અને ઇન્ટરનેશનલ ટ્રેનર યોગેશભાઈ પોટા વગેરે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ટીચર ટ્રેનિંગ વર્કશોપની શરૂઆત કરવામાં આવી હતી. ટ્રેનિંગના અંતમાં ટ્રેનિંગમા જોડાયેલા 40 જેટલા શિક્ષકોને 5 સપ્ટેમ્બર-શિક્ષક દિન નિમિત્તે પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ટીચર ટ્રેનિંગ વર્કશોપના કાર્યક્રમનું સમગ્ર સંચાલન તપોવન વિદ્યાલયના ટ્રસ્ટી અંકિતભાઈ રૈયાણી અને વિજયભાઈ કાચરોલા દ્વારા કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..