મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી – નઝરબાગ દ્વારા ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ કલબ ઓફ મોરબી – નઝરબાગ દ્વારા સાર્થક વિદ્યા મંદિર ખાતે TTW (TEACHERS TRAINING WORKSHOP)નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અલગ અલગ 30 સ્કુલમાંથી 30 શિક્ષકોએ તારીખ 1 અને 2 જુલાઈ એમ બે દિવસ તાલીમ લીધી હતી. ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપમાં 5 જેટલી સરકારી શાળાના પ્રિન્સીપાલોએ પણ ભાગ લીધો હતો. આ બે દિવસ તાલીમ દરમ્યાન મેળવેલ જ્ઞાન દરેક શિક્ષકો પોતાની સ્કુલમાં ઉપયોગ કરી બાળકો સુધી આ વાત પહોંચાડવી, જે આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ હતો. અને એટલા માટે 1 સ્કુલમાંથી 1 શિક્ષક એવી પસંદગી કરવામાં આવી હતી. આ બે દિવસ તાલીમથી પ્રભાવિત થઈ સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોરભાઈ શુકલ અને પ્રમોદસિંહ રાણાએ સ્કુલના શિક્ષકો માટે આવી જ બીજી TTW કરવા માટે પોતાની ઈચ્છા દર્શાવી હતી. જે આગામી તારીખ 22 અને 23 જુલાઈના રોજ આયોજન થવા જઈ રહયું છે. આ કાર્યક્રમમાં લાયન્સ કલબના ડ્રિસ્ટીક ગવૅનર વસંતભાઈ મોવલીયા અને ડિસટ્રિક્ટ ચેરમેન રાકેશ નાકરાણી ખાસ અમરેલીથી ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત, RC રમેશભાઈ રુપાલા અને ZC તુષારભાઈ દફતરી પણ હાજર રહયા હતા. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw