મોરબી : મોરબીની નિર્મલ વિદ્યાલયમાં શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી.આ મહોત્સવમાં પ્રાથમિક વિભાગમાંથી વિદ્યાર્થીઓ શિક્ષકો સહિતની જુદી જુદી ભૂમિકા નિભાવી હતી.શિક્ષક દિવસની ઉજવણીના મહોત્સવમાં પ્રાથમિક વિભાગમાંથી અઘારા કૌશલ,ગામી વત્સલ,બરાસરા સોહમ,જીવાણી રિશભ. માધ્યમિક વિભાગમાં મોરબી અપડેટના એન્કર ડો.અમિષા રારછના ભાઈ રારછ ઓમ,કાવઠીયા જૈમીન,ઘોડાસરા ચૈતન્ય,ભોરણીયા શ્ર્તુત. સાયન્સમાંથી કાનાણી કલ્પ,કાલરીયા આર્ય,સાણંદીયા ધ્રુવી,અંબાણી દેવ. કોર્મસમાંથી પનારા નેન્સી,વાસણીયા પ્રિયંકા,બદ્રકિયા ઈશિતા,ભેસદડા રિયા આટલા વિદ્યાર્થીઓએ પ્રિન્સીપાલ અને વાઈસ પ્રિન્સીપાલની જવાબદારી નિભાવી હતી.ડો.રાધાકૃષ્ણનાં જીવનમાંથી પ્રેરણા લઈ વિદ્યાર્થીઓએ શિક્ષકોના શિક્ષત્વને સાચી રીતે સમજાવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો હતા. શિક્ષકોનો આદર કરવા તરફ કટીબધ્ધ થયા. પોતાના આજના અનુભવનું વર્ણન કર્યું હતું. અંતમાં આચાર્યએ શિક્ષકો તરફ કૃતજ્ઞ રહેવાની વાત કરી હતી. તમામ વિદ્યાર્થીઓના કાર્યને બિરદાવી હાર્દિક શુભેરછા આપી છે.