વાંકાનેર : ઇન્ટરનેશનલ શોટોકાન કરાટે ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરાટે થર્ડ બ્લેક બેલ્ટ સેન્ડાન એક્ઝામ ડિપ્લોમા કોર્ષમાં ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિક્શન સાથે ઘીયાવડ પ્રાથમિક શાળા સીઆરસી જૂના કણકોટના શિક્ષિકા નમ્રતાબા વિરેન્દ્રસિંહ પરમાર ઉતીર્ણ થયા છે. આ સાથે જ તેઓએ ઘીયાવડ પ્રાથમિક શાળા,વાંકાનેર તાલુકો અને પરમાર પરિવારનું ગૌરવ વધારેલ છે. સેન્સાઈ નમ્રતાબા પરમાર પોતાની શાળાની કન્યાઓને પણ માર્શલ આર્ટસની તાલીમ આપી રહ્યા છે. અને રાજકોટ શહેરમાં પણ તેઓ રેલનગર વિસ્તારમાં બાળકોને નિઃશુલ્ક માર્શલ આર્ટસની તાલીમ આપી રહ્યા છે. જે બાળકો એસજીએફઆઈ અને ખેલ મહાકુંભમાં ઉજ્જવળ દેખાવ કરી રહ્યા. છે તેઓ ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા સૌ પાઠવી રહ્યા છે. તેમ યાદીમાં જણાવાયું છે.