મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનું પ્રેરણાદાયી પગલું મોરબી : મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દ્વારા જિલ્લાની ધો. 6થી 8ની તમામ સરકારી શાળામાં વિજ્ઞાન વિષયની ડીવીડી સ્વખર્ચે આપવામાં આવી છે. હાલમાં સમગ્ર રાજ્યમાં બાળકોને પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ છે અને ઓનલાઈન શિક્ષણ ચાલુ છે ત્યારે આ બાળકોને ઓનલાઈન શિક્ષણમાં મદદરૂપ થઇ શકે તે માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા દ્વારા મોરબી જિલ્લાની ધો. 6થી 8ની તમામ સરકારી શાળામાં વિજ્ઞાન વિષયમાં બાળકોને શિક્ષણમાં મદદરુપ થઇ શકે તે માટેની ડીવીડી વિનામૂલ્યે સ્વખર્ચે આપી સરાહનીય કાર્ય કરેલ છે. તેમના આ કાર્યમાં પ્રેરક તરીકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઇ સોલંકી તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઇ હૂંબલ દ્વારા પ્રેરકની ભૂમિકા ભજવેલ છે. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw