મોરબી: શિક્ષણની સાથે સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પાયાના ઘડવૈયાઓનું જ્યારે સન્માન થાય છે ત્યારે અન્ય લોકો માટે પણ તે પ્રેરણારૂપ બને છે. આવો જ એક પ્રેરણાદાયી પ્રસંગ મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળામાં જોવા મળ્યો હતો, જ્યાં શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાને તેમની પ્રશંસનીય કામગીરી બદલ વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલી પ્રશંસનીય અને વૈવિધ્યસભર કામગીરીની નોંધ લઈને 'MORBI NUMISMATIC CLUB' દ્વારા તેમને 'COMMUNITY CONTRIBUTION AWARD' આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિશેષ મહાનુભાવોના હસ્તે અપાયું સન્માનઆ સન્માન સંસ્થાના ચેરમેન અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ, સંસ્કાર ભારતીના કલા ધરોહર સંયોજક તથા લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં છ વખત સ્થાન મેળવનાર મિતેશભાઈ દવે, સંસ્થાના વાઈસ પ્રેસિડેન્ટ દર્શનભાઈ દવે અને લેખક પરમ જોલપરાના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું. મિતેશભાઈ દવેની વિશેષ ઈચ્છા હતી કે આ સન્માન બાળકોની ઉપસ્થિતિમાં કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ પણ પ્રોત્સાહિત થાય.જન્મતારીખના નંબર વાળી નોટ બની આકર્ષણનું કેન્દ્રસન્માન દરમિયાન સૌથી યાદગાર અને મૂલ્યવાન ભેટ દશ રૂપિયાની એક ચલણી નોટ હતી. આ નોટની ખાસિયત એ હતી કે તેમાં રહેલા નંબર વિજયભાઈની જન્મતારીખ સાથે સામ્યતા ધરાવતા હતા. આ અનોખી ભેટ સ્વીકારતા વિજયભાઈએ જણાવ્યું હતું કે, આ ભેટ તેમના માટે હંમેશા યાદગાર રહેશે. કાર્યક્રમના અંતે વિજયભાઈએ મિતેશભાઈ, દર્શનભાઈ, પરમભાઈ તેમજ શાળાના આચાર્યા ભક્તિબેન અને સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સન્માનથી તેમનામાં નવી ઉર્જાનો સંચાર થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.#Morbi #MorbiUpdate #Education #Award #MorbiNews #TeacherSuccess #CommunityContributionAward #SabharavadiSchool #GujaratNews