હળવદ : આજ રોજ તારીખ 31 જુલાઈ ને બુધવારના રોજ હળવદની નવજીવન વિકલાંગ સેવાશ્રયમાં વિશિષ્ટ શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક ભાનુપ્રસાદ કે. પંડ્યાનો વય નિવૃત્તિ કાર્યક્રમો યોજાયો હતો. જેમાં નિવૃત્ત થઈ રહેલા શિક્ષક ભાનુપ્રસાદ પંડ્યાએ સંસ્થાને 81 હજાર રૂપિયાનું દાન અર્પણ કરીને સંસ્થા પ્રત્યેની પોતાની ભાવનાને વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમમાં નવજીવન વિકલાંગ સેવાશ્રયના સ્થાપક મંત્રી જીતેન્દ્રભાઈ જોશી દ્વારા ભાનુપ્રસાદ પંડ્યાની 24 વર્ષની સેવાને બીરદાવવામાં આવી હતી તેમજ સંસ્થા દ્વારા ભાનુપ્રસાદ પંડ્યાને મોમેન્ટો તેમજ પુષ્પ અને શાલ વડે સન્માનિત કરવામાં આવ્યા હતાં.આ પ્રસંગે સ્થાનિક સમિતિના પ્રમુખ તપનભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમના દ્વારા તમામ કાર્યક્રમને શુભેચ્છા પાઠવવામાં આવી અને નિવૃત્ત શિક્ષક તેમના જીવનમાં અવિરત સંસ્થા સાથે જોડાયેલા રહે તેવી નેમ વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે સૌ વિશિષ્ટ શિક્ષક મિત્રો દ્વારા તેમજ સ્ટાફ દ્વારા નિવૃત્ત શિક્ષક ભાનુપ્રસાદ પંડ્યાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને હૃદય સ્પર્શી શબ્દો દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સૌએ ભોજન લીધું હતું.