પોલીસ દ્વારા આરોપી શિક્ષકને કલાસીસ ખાતે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવાયુ મોરબી : મોરબીમાં સભ્ય સમાજનું માથું ઝુકાવી દયે તેવી શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીની છેડતીની ઘટનામાં પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી શિક્ષકને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરાવ્યું છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સૂર્યકીર્તિનગરમાં રહેતા અને મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઓરીએન્ટલ કલાસીસ ચલાવતા રવિન્દ્રકુમાર રમેશચંદ્ર ત્રિવેદી છેલ્લા 15 દિવસથી ધો.12ની વિદ્યાર્થીનીની છેડતી કરતા હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે તેની સામે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. જો કે શિક્ષકે પણ વિદ્યાર્થીનીના પરિવારજનો સહિત આઠ લોકો વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. આજે પોલીસ દ્વારા શિક્ષક રવિન્દ્રકુમાર રમેશચંદ્ર ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી હતી. અને તેના કલાસીસ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. જ્યાં તેની પાસે સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું.