વહેલી સવારે 6.30 કલાકે દીકરીઓના સમૂહલગ્નમાં પણ રાજ્યમંત્રીની હાજરી : દાન સાથે આશીર્વાદ આપ્યા મોરબી : મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ આજે વહેલી સવારે મોરબીના ઉધોગપતિઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ સાથે ચાય નહિ પણ કોફી પે ચર્ચા કરી હતી. તેમજ તેઓએ અનાથ દીકરીઓના સમહુલગ્નમાં હાજરી આપી દીકરીઓને દાન સાથે આશીર્વાદ આપ્યા હતા. રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ આજે પોતાની મોર્નિંગ વોક દરમિયાન લોકો તેમજ ઉધોગકારોના પ્રશ્નો સાંભળીને તેના ઉકેલના પ્રયાસ માટે નવતર પ્રયોગ કર્યો હતો. જેમાં તેઓએ મોર્નિંગ વોક દરમિયાન આજે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ મોરબીના બસ સ્ટેન્ડ પાસે ચાય નહિ પણ કોફી પે ચર્ચા કરી હતી. જેમાં ઉધોગકારો તેમજ અગ્રણીઓ સાથે કોફી સાથે ચૂસકી લેતા લેતા તેમણે સંવાદ કર્યો હતો. ઉધોગકારોના પ્રશ્નો સાંભળીને તેના ઉકેલ માટે પણ પ્રયાસો હાથ ધર્યા છે. બાદમાં તેઓ મોરબીમાં આયોજિત અનાથ દીકરીઓના સમૂહલગ્નમાં હાજરી આપી હતી અને આ દીકરીઓને આશીર્વાદ આપીને રૂ.5 હજારનું અનુદાન આપ્યું હતું.