મોરબી : સરકાર દ્વારા વર્ષ 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત ભારત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. જે અંતર્ગત ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને જાહેર આરોગ્યમાં સુધારો લાવવાના હેતુથી '100 days intensified Campaign on TB Elimination' અભિયાન તારીખ 7 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં ટીબી થવાનું જોખમ ધરાવતા તમામ વ્યક્તિઓની ટીબી અંગેની સ્થળ પર જ તપાસ કરવામાં આવશે. જેમાં ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ, 60 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ,