ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 145 જેટલા એસ.ટી. કર્મચારીઓનું પોર્ટેબલ મશીનથી એક્સ-રે અને હેલ્થ ચેકઅપ કરાયુંમોરબી : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે એસ.ટી. ડેપોના તમામ કર્મચારી અને અધિકારીઓ માટે એક્સ-રે, ટીબી, લેપ્રસી સ્ક્રીનીંગ, બી.પી., ડાયાબિટીસ તથા જનરલ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ટીબી મૂક્ત ભારત અભિયાનની થીમ 'જન જન કા રક્ખે ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાન' અન્વયે વનરેબલ ગ્રૂપ ધરાવતા લોકોનું સ્ક્રીનીંગ અને એક્સ-રે ટેસ્ટ કરવાના થતા હોય છે. જેના ભાગરૂપે સેન્ટ્રલ ટીબી ડિવીઝન ન્યૂ દિલ્હી દ્વારા ફાળવેલા ડિજિટલ પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા છાતીના એક્સ-રે, બી.પી., ડાયાબિટીસ તથા જનરલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અંદાજીત 145 કર્મચારીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો.રોગના ત્વરિત નિદાન અને સારવારના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા ડેપો મેનેજર પી.જી. કુંપાવત, એ.ટી.આઈ. વનરાજસિંહ ઝાલા, પ્રમુખ ડી.એન. ઝાલા, જે.એ. ઉમેશભાઈ વાઢેર, એ.ડી.એમ. મહેશભાઈ પંડ્યા તથા ધવલભાઈ સંગત સાઇ અને તમામ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ હેલ્થ કેમ્પમાં અર્બન હેલ્થ સેન્ટર વાવડી રોડના ડો. હાર્દિક દેત્રોજા તેમજ જિલ્લા ક્ષય કેન્દ્રમાંથી ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષભાઈ જોશી, સુપરવાઈઝર દીપકભાઈ પટેલ તથા અર્બન હેલ્થ ઓફિસ વાવડી રોડના કર્મચારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #HealthCamp #TBMuktBharat #HealthCheckup #STDepotMorbi #Healthcare