જામનગરનો પરિવાર માંડવી માતાજીના દર્શનાર્થે જતો હતો તે વેળાએ નડ્યો અકસ્માતમોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે એક ટાવેરા પલ્ટી મારી જતા 9 જેટલા લોકોને ઇજા પહોંચી હોવાની ઘટના સામે આવી છે. તમામને 108ના મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર પીપળીયા ચોકડીથી મોડપર તરફ જવાના રસ્તા ઉપર આજે વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં એક ટાવેરા પલટી મારી ગઇ હતી. જેમાં અર્પિતા પંકજભાઈ બદ્રા, કેસરબેન કરમશીભાઈ બદ્રા, પ્રભાબેન ભરતભાઈ બદ્રા, વનીતાબેન સતિષભાઈ ગજરા, સતિષભાઈ કરમશીભાઈ ગજરા, મેહુલ વિઠ્ઠલભાઈ ગોંડલીયા, કરમશી ખીમજીભાઈ બદ્રા, ભરત રામજીભાઈ બદ્રા અને પંકજ ભરતભાઈ ભાનુશાળીને ઇજાઓ પહોંચતા 108 મારફત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ પરિવાર જામનગર રહેતો હોય અને માંડવી ખાતે માતાજીના દર્શનાર્થે જતો હોવાનું જાણવા મળ્યું છે.