માધાપર-અંબિકા રોડ પર મોરબી નાઇફ વર્કસમાંથી 1 બાળક અને 2 તરુણ તેમજ પરષોત્તમ ચોક પાસે શ્રીજી એજન્સીમાંથી 1 બાળ શ્રમિકને મુક્ત કરાવાયામોરબી અપડેટ: મોરબી જિલ્લામાંથી બાળ મજૂરી પ્રથા સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ બાળ મજૂરી પ્રથા નાબૂદી અંગેની ટાસ્કફોર્સ દ્વારા જુલાઈ માસ દરમિયાન જિલ્લામાં કુલ 3 અલગ-અલગ સ્થળોએ આકસ્મિક રેડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ ઝુંબેશ અંતર્ગત તપાસ દરમિયાન માધાપર-અંબિકા રોડ વિસ્તારમાં આવેલ મોરબી નાઇફ વર્કસમાંથી 1 બાળક અને 2 તરુણ શ્રમયોગીઓને તેમજ પરષોત્તમ ચોક પાસે આવેલી શ્રીજી એજન્સીમાંથી 1 બાળ શ્રમયોગીને મુક્ત કરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે બાળ મજૂરી કરાવવા બદલ સંબંધિત સંસ્થાઓ વિરુદ્ધ કુલ 2 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.આ આકસ્મિક રેડ દરમિયાન ટાસ્કફોર્સ દ્વારા હોટલ-ઢાબા અને ઔદ્યોગિક એકમોના સંચાલકોને તેમના ત્યાં બાળ શ્રમિકોને કામે ન રાખવા અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખી કડક કાર્યવાહી સતત કરવાની ચેતવણી આપવામાં આવી છે. જો કોઈ પણ સ્થળે બાળ મજૂરી થતી જોવા મળે તો તાત્કાલિક મદદનીશ શ્રમ આયુક્તની કચેરી મોરબી અથવા ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર 1098 પર જાણ કરીને આ અભિયાનમાં સહયોગ આપવા મદદનીશ શ્રમ આયુક્ત અધિકારીની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #ChildLabour #StopChildLabour #MorbiPolice #ChildHelpLine1098 #GujaratNews #TaskForceRaid