મોરબી : તરઘડિયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મોરબી સો ઓરડી પાસે રહેતા ચાર યુવાનો ઘાયલ થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ મોરબીના સો ઓરડી વિસ્તારમાં રહેતા મહેન્દ્ર ધીરુભાઈ ગણાત્રા, રવિ કાંતિભાઈ ઘુમલિયા, પારસ નરભેરામભાઈ અને બલવંત વારેવડીયા કાર લઈને જતા હતા ત્યારે તરઘડિયા નજીક ટ્રક ચાલકે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ચારેય યુવાનોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા