મોરબી : જિલ્લાના તરઘરી ગામના વતની અને હાલ નવસારીમાં રહેતા જયકુમાર જયંતીલાલ ફૂલતરીયાએ આઈઆઈટી મદ્રાસમાં આર એન્ડ ડી એટલે કે વૈજ્ઞાનિક સંશોધનની ડિગ્રી મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જયકુમાર આ ડિગ્રી મેળવનાર ગુજરાતના પ્રથમ વિદ્યાર્થી છે ત્યારે તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પરિવાર, વતન તેમજ ગુજરાતનું ગૌરવ વધારવા બદલ ફૂલતરીયા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.