અર્બન વિસ્તારને વાયરમુક્ત કરવા ટૂંક સમયમાં 100 કિલોમીટરમાં પથરાયેલ 10 ફીડરનું કામ શરૂ કરાશેમોરબી : રાજ્યમાં વિજચોરીનું દુષણ ડામવાની સાથે વીજ અકસ્માત નિવારવા ઉર્જા વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ કેબલની યોજના બનાવી છે જે અંતર્ગત મોરબી પીજીવીસીએલ દ્વારા પણ વર્ષ 2030 સુધીમાં શહેરી વિસ્તારને કેબલ મુકત કરવા યોજના શરૂ કરી ચાર ફીડરમા રૂ.3.37 કરોડના ખર્ચે લાઇન બિછાવવાનું શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે.મોરબી પીજીવીસીએલ સર્કલના અધિકારી ડી.આર.ઘાડિયાએ જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં મોરબી શહેરને લટકતા વીજ વાયરોથી મુક્ત કરવાની દિશામાં કામગીરી ચાલુ છે. હાલમાં શહેરના પીપીડબ્લ્યુ, ગોપાલ સોસાયટી,જુના મોરબી શહેર અને ગૌશાળા ફીડરમાં રૂ.3.37 કરોડના ખર્ચે 20 કિલોમીટરની લંબાઇની વિજલાઈન અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી ગતિમાન છે.જે આગામી દસેક દિવસમાં પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યાર બાદ શહેરના અન્ય વિસ્તારમાં વીજલાઈનો અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે.શહેરના અન્ય 10 ફીડર જૂન માસ સુધીમાં અંડરગ્રાઉન્ડ થશેપીજીવીસીએલના મુખ્ય ઈજનેર ઘાડિયાએ ઉમેર્યું હતું કે, શહેરમાં વીજલાઈનો અંડરગ્રાઉન્ડ કરવાની મહત્વની યોજના અન્વયે પ્રથમ ચાર ફીડર બાદ વધુ 10 ફીડર અંડર ગ્રાઉન્ડ કરવા માટે કાર્યવાહી ચાલુ છે. જે અંતર્ગત 25 કરોડના ખર્ચે 100 કિલોમીટરની વીજ લાઇન જમીનમાં બિછાવવવામાં આવશે. આગામી જૂન માસ સુધીમાં દરબારગઢ, હોસ્પિટલ, મહેન્દ્રસિંહજી હોસ્પિટલ, ચિત્રકૂટ, મધુરમ, કાલિકા પ્લોટ, બહુમાળી, એસડીઓટી અને ન્યુ બસસ્ટેન્ડ ફીડરની કામગીરી એક મહિનામાં શરૂ થશે.શહેરના તમામ 38 ફીડર પાંચ વર્ષમાં અંડરગ્રાઉન્ડ થશેમોરબી શહેરમાં હાલમાં ખુલ્લા વીજ વાયરોનું મોટું સામ્રાજ્ય છવાયેલું છે ત્યારે પીજીવીસીએલ દ્વારા આગામી પાંચ વર્ષ એટલે કે, 2030 સુધીમાં તમામ 38 અર્બન ફીડરને અંડરગ્રાઉન્ડ કરવા યોજના બનાવી છે. હાલમાં ચાર ફીડર અંડરગ્રાઉન્ડ કરવાનું કામ પૂર્ણતાના આરે છે ત્યારે ક્રમશ તમામ ફીડર અંડરગ્રાઉન્ડ કરી શહેરને વીજ વાયર મુક્ત કરવામાં આવનાર હોવાનું પીજીવીસીએલના સતાવાર સૂત્રોએ જણાવ્યુ હતુ.