વાંકાનેર : વાંકાનેર તાલુકાના તરકીયા ગામમાં યુવતીને વારંવાર ફોન કરવા મામલે મારામારી થઇ હતી. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તરકીયા ગામમાં રહેતા સંજયભાઇ ભનુભાઇ બામ્બાએ કરમણ ઉર્ફે મઠીયો હામાભાઇ બામ્બા, નાનુભાઇ અરજણભાઇ બામ્બા, અરજણભાઇ રૂપાભાઇ બામ્બા તથા હામાભાઇ રૂપાભાઇ બામ્બા સામે ફરિયાદ નોંધાવી છે કે તેની બહેન રેખાબેનને કરમણ ઉર્ફે મઠીયો અવાર-નવાર ફોન કરતો હોય. જેથી, હવે પછી ફોન ન કરવા માટે ફરિયાદી સંજયભાઈ તેમજ સાહેદ ભનુભાઇ હિરાભાઇ એમ બન્ને જણા પોતાની યુટીલીટી વાહન રજી.નં.જી.જે.-૩.વાય-૭૬૫૩ વાળી લઇને આરોપીના જુપડે તેને ઠપકો આપવા તેમજ સમજાવવા માટે ગયેલ હતા. જે આરોપીઓને સારૂ નહી લાગતા ઉશ્કારાઇને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી, લોખંડના પાઇપ વતી સાહેદ ભનુભાઇને ડાબા હાથે માર મારી ફેકચર જેવી ઇજા કરી, છાતીના ભાગે ડાબા પડખે મુંઢ ઇજા કરેલ, તીક્ષ્ણ હથિયાર ઉંધી કુહાડીનો એક ઘા ભનુભાઇને માથાના ભાગે મારી સાહેદ ભનુભાઇને ગંભીર ઇજા કરી હતી. તેમજ ફરીયાદીને માથાના પાછળના ભાગે લાકડી વતી માર મારી, ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. હાલમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.uka police