નવા બસસ્ટેન્ડની પેસેન્જર લોન્જમાં સાયકલ ચલાવતા ઇસમનો વીડિયો વાયરલમોરબી : સરકાર લખલૂટ ખર્ચ કરી પ્રજાને સુવિધા આપવા પ્રયાસ કરે છે પણ કેટલાક અળવીતરા તત્વો સુવિધાઓને કેમ નુકશાન પહોંચે તેવું જ વિચારી કઈક ને કઈક અપલખણ ઝળકાવતા હોય છે, આવા જ એક કિસ્સામાં એરપોર્ટ જેવા મોરબીના નવા બસપોર્ટમા એક ટપોરી પેસેન્જર લોંન્જમા સાયકલ લઈને આંટાફેરા કરતો હોય તેવો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.મોરબીમાં ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવા બસ સ્ટેન્ડને તોડી પાડી આધુનિક એરપોર્ટ જેવું બસપોર્ટ પ્રજાને ભેટમાં આપવામાં આવ્યું છે પરંતુ પ્રજાજનો આ સુવિધાનો લાભ લેવાને બદલે સુવિધા કેમ દુવિધામાં ફેરવાય તેવા પ્રયાસો કરી આગાઉ બાથરૂમમાંથી નળ તોડી નાખી જ્યાં અને ત્યાં પાનની પિચકારીઓ મારતા હોવાની વાતો સામે આવી છે. તેવામાં મોરબીના નવા બસપોર્ટમાં કોઈ અળવીતરો શખ્સ સાયકલ લઈને આંટાફેરા કરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.વધુમાં અક્કલમઠા આ શખ્સ દ્વારા નવા બસપોર્ટના પેસેન્જર લોન્જમાં આરામથી સાયકલ સવારી કરી આ બસપોર્ટ નહિ પણ જાણે સાયકલનો ટ્રેક હોય તેવા અંદાજમાં સાયકલ ચલાવી હતી. જો કે આ ઘટના સમયે એક વ્યક્તિ આ સાયકલ સવારની પાછળ દોડતો પણ જોવા મળે છે.