રાજકોટ-મોરબી રોડ પર ગાડી ઉભી રાખી રમતા હતા જુગાર : ટંકારા પોલીસે રેડ પાડી રૂ.૧.૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો ટંકારા : ટંકારા નજીક મોરબી રાજકોટ હાઇવે પર તુફાન ઉભી રાખીને તેની અંદર જુગાર રમતા ૬ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે ૬ શખ્સોની ધરપકડ કરીને રૂ. ૧૦,૧૨૦ રોકડ મળીને કુલ રૂ. ૧.૫ લાખનો મુદામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે મળતી વિગતો પ્રમાણે ટંકારા પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રફુલભાઈ પરમાર ને મળેલ બાતમીના આધારે રાજકોટ મોરબી રોડ પર પેટ્રોલ પંપ ની પાસે તુફાન ગાડી નંબર જીજે ૦૩ ઝેડ ૯૫૪૩ માં જુગાર રમતા હોવાની હકીકત મળતા સ્ટાફ સાથે રેડ કરી હતી જેમાં હારજીતનો જુગાર રમતા ૬ જુગારીને રંગે હાથે ઝડપી લીધા હતા જેમાં જબલપુરના બાબુ પુનાભાઈ નાના ખીજડીયા રવજી નાથાભાઈ. ટંકારાના કમલેશ રાણાભાઈ. રમેશ જમનાદાસ બાવાજી દિનેશ રામજી રબારી. દિનેશ કાળુભાઈ સહિતનાને રોકડ ૧૦૧૨૦ મોબાઈલ નંગ ૭ જેની કિંમત રૂ ૫૦૦૦ અને તુફાન જીપ કિમંત રૂ એક લાખ મળી કુલ ૧૧૫૧૨૦ મુદ્દામાલ કબજે કરી ધોરણ ની કાર્યવાહી હાથ ધરી હતી.ધણા લાબા સમય બાદ જુગાર ની રેડ થી પતાપ્રેમી મા ફફડાટ ફેલાયો છે.