એક સાઈડનો રોડ બંધ થતાં બેથી ત્રણ કિમીનો ટ્રાફિકજામમોરબી : મોરબી-માળિયા નેશનલ હાઇવે આજે મોરબી તરફ આવવાના રસ્તે ભરતનગર પાસે એક ટેન્કર કોઈ કારણોસર પલ્ટી મારી ગયું છે. જેથી ટેન્કરમાં ભરેલું પ્રવાહી રોડ ઉપર ઢોળાઈ ગયું છે. આ પ્રવાહી શુ છે તે હજુ જાણવા મળ્યું નથી. આ અકસ્માતને કારણે એક સાઈડનો રોડ બંધ થઈ ગયો છે. જેને પગલે બેથી ત્રણ કિમિ સુધી વાહનોની કતારો લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.