હળવદ : હળવદ શહેરની સરા ચોકડી પાસે ગત તા.4 મે ના રોજ સાંજના સમયે જીજે - 12 - બીવાય - 8605 નંબરના ટેન્કર ચાલકે ફરિયાદી શૈલેષભાઇ શામજીભાઈ પરમાર રહે.સરા રોડ, હળવદ વાળાની માલિકીની જીજે - 36 - એકે - 2137 નંબરની કારને ટક્કર મારી ખાલી સાઈડના બન્ને દરવાજા તેમજ ડ્રાઇવર સાઈડ દરવાજામાં પાછળના ભાગે નુકશાન કરતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.