મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર મકનસર નજીક આવેલ ક્રિષ્ના વિજય કારખાના પાસે જીજે - 36 - ટી - 0140 નંબરના બોલેરો ચાલક ફરિયાદી હિરેનભાઈ સુખદેવભાઈ મોઢા રહે.નવી પીપળી વાળા યુટર્ન લેતા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવેલા ટ્રક ટેન્કર નંબર એમએચ - 46 - એએફ - 6091 નંબરના ચાલકે બોલેરો ગાડીના પાછળના ભાગે ટક્કર મારી અકસ્માત સર્જતાં બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.