સંતાન અને કરિયાવર મામલે પતિ, સાસુ, સસરા અને નણંદનો ત્રાસ : સમાધાન બાદ પણ તેડવા ન આવતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મોરબી : ટંકારા ખાતે પિતાના ઘરે રહેતી પરિણીતાને સંતાન અને કરિયાવર મામલે પતિ, સાસુ, સસરા અને નણંદ ત્રાસ આપી પહેરે કપડે કાઢી મુક્યાં બાદ મહિલા પોલીસ મથકમાં સમાધાન કર્યા બાદ પણ પતિ તેડી ન જતા અંતે મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ગુન્હો દાખલ થયો છે. ટંકારા ખાતે પોતાના પિતાના ઘરે રહેતા રઝીયાબેન યાશીનભાઇ બાંભણીયા નામના પરિણીતાએ રાજકોટ જંગલેશ્વર તવલ્લક ચોક શેરી નં-૩૦ ઘાંચી પીંજારા જમાતખાનાની સામે રહેતા પતિ યાશીનભાઇ આમદભાઇ બાંભણીયા, સસરા આમદભાઇ ખાનભાઇ બાંભણીયા, સાસુ મુમતાજબેન આમદભાઇ ખાનભાઇ બાંભણીયા અને નણંદ અફસાનાબેન આમદભાઇ બાંભણીયા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. રઝિયાબેને નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ પતિ સહિતના સાસરિયાઓ દ્વારા સંતાન અને કરિયાવર મામલે અવાર નવાર ત્રાસ આપી તમને પહેરે કપડે કાઢી મુક્યા બાદ મહિલા પોલીસ મથક અને ટંકારા પોલીસ મથકમાં સમાધાન કર્યું હતું પરંતુ તેમ છતાં તેમના પતિ તેમને તેડવા ન આવતા અંતે આ મામલે ફરિયાદ નોંધાવી છે. હાલ મોરબી મહિલા પોલીસ મથકમાં રઝિયાબેનના પતિ સહિતના સસરિયાઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..