ટંકારા : પોરબંદરમાં પિયર ધરાવતી અને ટંકારામાં સાસરે રહેતી ગૃહિણીએ પોરબંદર ખાતે અવસાન પામેલા પિતાના આત્માના કલ્યાણ માટે જરૂરિયાતમંદ ગરીબ ભૂલકાઓને ગરમીમાં રાહત મળે એ માટે ચશ્મા, ટોપી, રૂમાલ અને ચપ્પલ વિતરણ કરી પુત્રી ધર્મ નિભાવવાની સાથો સાથ સતકર્મ કર્યાનો નિજાનંદ પણ મેળવ્યો હતો. ટંકારાના જીવાપર વિસ્તારમાં સયુંકત પરિવારમાં સાસરું અને પોરબંદર ખાતે પિયર ધરાવતા નયનાબેન પરેશભાઈ ભમ્મરના પિતા હસમુખભાઈ હિરજીભાઈ અમલાણીનું તાજેતરમાં પોરબંદર ખાતે અવસાન થયું હતું. મૃતકની ચાર પુત્રીઓમાં નયનાબેન ટંકારા ખાતે સાસરે છે જ્યારે પ્રીતિબેન પીયૂષભાઈ છગ (ઉના), પ્રજ્ઞાબેન મિતેશભાઈ પાબારી (જામનગર) અને માનસીબેન જતીનભાઈ રાયઠઠ્ઠા (રાજકોટ) ખાતે સાસરે છે. પિતાને સાચું તર્પણ કરવાના ઉદ્દેશ સાથે ચારેય બહેનોએ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને યથાશક્તિ મદદ કરવાનો સત્યુ નિર્ણય કર્યો. જેને ચારેય બહેનોના સસરિયાઓએ વધાવી લીધો. ત્યાર બાદ ટંકારાના આર્થિક અને સામાજિક રીતે પછાત એવા વિસ્તારોમાં જઈ બાળકોને ગરમીથી રક્ષણ મળે એવા ઉમદા આશયથી ટોપી, રૂમાલ, ચપ્પલ, વાળ ઓળવાનો કાંસકો સહિત બાળકો છાંયામાં બેસીને રમી શકે એવા રમકડાંઓ વિતરણ કર્યા હતા. મરણ પાછળ સામાજિક રીત રિવાજો, લૌકીક વ્યવહારોને અનુસરવા માટે લોકો દાખડો કરે છે ત્યારે ટંકારાના પુત્રવધુનું આ પગલું અન્ય માટે પણ પ્રેરણાદાઈ બની રહ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne