4272 ક્યુસેકની આવકથી હેઠવાસના બંગાવડી, ટીમ્બડી અને રસનાળ ગામને સાવચેત કરાયા ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી નજીક આવેલ બંગાવડી ડેમમાં ઉપરવાસ વરસાદથી નવા પાણીની ચિક્કાર આવક થઈ રહી હોય અને હાલ ડેમ ઓવરફ્લો થતા હેઠવાસમાં આવતા ત્રણ ગામોને સાવચેત કરી નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા ચેતવણી આપવામાં આવી છે. ઉપરવાસ ભારે વરસાદને કારણે હાલમાં બંગાવડી ડેમ 100 ટકા ભરાઈ જતા સિંચાઇ વિભાગ દ્વારા બંગાવડી, ટીમ્બડી અને રસનાળ ગામના લોકોનો નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા ચેતવણી આપવામાં આવી છે. હાલમાં ડેમમાં 4272 ક્યુસેક પાણી આવી રહ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..