ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશનના ચોપડે દારૂના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ટંકારાના નેકનામમાંથી ઝડપી લેવામાં એલસીબીને સફળતા મળી છે. ટંકારા પોલીસ મથકમાં એકાદ વર્ષ પૂર્વે દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપી યશપાલસિંહ ઉર્ફે કુલદીપસિંહ ભવાનસિંહ ઉર્ફે ભાવુભા ઝાલા ઉ.૨૬ રે. નેકનામ વાળાને બાતમી મળતા એલસીબી સ્ટાફે ઝડપી લીધો હતો.