ટંકારા : ટંકારાના નવજ્યોત વિદ્યાલયના બાળકો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અવનવા ચિત્રો અને કૃતિઓ બનાવી હતી જેનું પ્રદર્શન અટરના સરદાર પટેલ વિદ્યાલય ખાતે યોજાયું હતું. આજના સમયમાં બાળકોને હંમેશા બેસ્ટ જ જોઈએ છે ત્યારે ટંકારાની નવજ્યોત વિદ્યાલયના શિક્ષકો દ્વારા બાળકોમાં સર્જનાત્મક શક્તિ ખીલે તે માટે માર્ગદર્શન પૂરું પાડી અવનવી કૃતિઓ બનાવવા પ્રેરણા આપી હતી જેના ફળ સ્વરૂપ બાળકો દ્વારા સુંદર કૃતિઓનું સર્જન કરવામાં આવ્યું હતું. દરમિયાન નવજ્યોત વિદ્યાલયના બાળકો દ્વારા બનાવવામાં આવેલ આ ચિત્રો અને કૃતિઓનું પ્રદર્શન ટંકારના સરદાર પટેલ વિદ્યાલયના પટાંનગણમાં યોજાયું હતું જે નિહાળી બાળકોના વાલીઓ તથા મહાનુભાવો પણ દંગ રહી ગયા હતા. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='16424,16425,16426,16427']