ટંકારા : ટંકારા ગ્રામ પંચાયતની આવતીકાલે મંગળવારે ગ્રામ સભા યોજાનાર છે. જેમાં ભુગર્ભ ગટર વેરા સાથે આખા વર્ષના ખર્ચ તથા બૌધોત્સવના બિલની બહાલી માટે ચર્ચા કરાશે. નગરજનોને સાંજે પાચ વાગ્યે કન્યા શાળામા આવવા મહીલા સરપંચ અને તલાટી કમ મંત્રીએ જાણ કરી હતી. સાથે જાહેર નોટિસમા ભાગરો વાટતા તલાટીએ પ્રસિદ્ધીની તારીખ કે જાવક નંબર પણ નથી નાખ્યા સરપંચે પણ સહી કરી દીધી. તારીખ અને સ્થળ સાથે ગ્રામ સભાનુ ફરફરયુ મળ્યા બાદ 25 ફેબ્રુઆરીને સાંજે પાંચ વાગ્યે કન્યા શાળાના પટાંગણમાં આ સભા ભરવા શહેરમાં જાહેર નોટિસો મારી છે જેમા નગરજનોને હાજર રહેવા જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારામા ભુગર્ભના વેરા વધારાને લઈને પંચાયતનો ભારોભાર વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ અંગે કાલે ભારે ગરમા ગરમ ચર્ચા થશે. સાથે નોટીસ અંદર એક વાત નોટિસ કરવી પડે એવી સામે આવી છે જેમા જાવક નં કે પ્રસિદ્ધની તારીખ વગર આ નોટીસ લગાવી દેતા અનેક સવાલો ઉભા થયા છે આ અંગે તલાટી રાજકોટિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કદાચ ધ્યાન બહાર રહી ગયુ હશે. જે વહીવટી કામગીરી પર સવાલ ઉભા કરે છે જોકે મહીલા સરપંચે પણ કઈ જોયા વગર સહી કરી દીધી એ પણ મોટો સવાલ છે.