ટંકારા : ટંકારા નજીક રોંગ સાઈડમાં બાઇકની અન્ય વાહન સાથે ટક્કર થતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું.આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ દાહોદના વતની અને હાલ જાંબીડા ગામના સુખુભા જાડેજાની વાડીમા તા-ધ્રોલ જી-જામનગર ખાતે રહેતા વિજયભાઇ લક્ષ્મણભાઇ છપનીયા પોતાના સીડી ડિલકસ મોટર સાયકલ લઈને ગત તા.૬ ના રોજ રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર દયાનંદ પોલીપેકના કારખાના સામે રોડ પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે મોટર સાયકલ રોંગ સાઇડમાં ચલાવતા સામેથી તેની સાઇડમા આવતા વાહન સાથે ભટકાતા સર્જાયેલા આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું.જ્યારે બાઇકમાં બેઠેલા દિનેશભાઇ સોમાભાઇ છપનીયાને ઇજા પહોંચો હતી.ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.