મોરબી : ટંકારા તાલુકા ઓટાળા અને કોયલી ગામે બે યુવાનોએ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના ઓટાળા ગામે રહેતા સતીષ ડાયાભાઇ છાપરિયા ઉ. ૨૨ નામનો યુવાન ઝેરી દવા ગટગટાવી જતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જ્યારે બીજા બનાવમાં સરજન રમેશ નાયક ઉ. ૨૧ નામનો કોયલી ગામનો યુવાન હસમુખભાઈ ખીમાણિની વાડીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.