ટંકારા : ટંકારાના જયનગરમાં સાસુ સસરા સાથે રહેતા ઘરજમાઈ પતિએ હવે સાથે રહેવાની ના પાડતા પત્ની, અને સાસરિયાઓએ ઢીબી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના જયનગર ગામે રહેતા મૂળ વાંકાનેરના સુરેશભાઈ ધોધા જખાણીયા ઉ.૨૧ ઉપર તેમના પત્ની,સાસુ અને સસરાએ હુમલો કર્યાની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે. વધુમાં ફરિયાદીના જણાવ્યા મુજબ સુરેશભાઈ મૂળ વાંકાનેરના છે પરંતુ થોડા સમયથી ટંકારાના જયનગર ખાતે આવેલ સાસુ-સસરા સાથે રહીને ખેત મજુરી કરે છે.પરંતુ હવે તેમને પોતાના સાસુ-સસરા રહેવાને બદલે માતા-પિતા સાથે વાંકાનેર રહેવું છે જણાવતા બોલાચાલી બાદ પત્ની સાંગુબહેન અને સાસુ સવિતાબહેનને તેને પકડી રાખીને તેના સસરાએ પાઈપ દ્વારા હુમલો કરી માર માર્યાની ફરિયાદ સુરેશભાઈએ ટંકારા પોલીસ મથકમાં નોંધાવી છે. આ મામલે ટંકારા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.