ટંકારા : મોરબીના ટંકારામાં તાલુકા પંચાયત ખાતે 'મહિલા સશક્તિકરણ પખવાડિયા' અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ અને મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટંકારા તાલુકા પંચાયતમાં મહિલા સ્વાવલંબન દિવસ અને મહિલા નેતૃત્વ દિવસની ઉઅજવણી કરાઈ હતી. મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત અંદાજે 25 લાખનાં મંજૂરીપત્રો તથા ચેક સખી મંડળોને આપવામાં આવ્યા હતા. મહિલા નેતૃત્વ દિવસ અંતર્ગત તાલુકા પંચાયતના પ્રમુખ, મહિલા સરપંચો તથા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતનાં મહિલા સદસ્યોએ હાજરી આપી મહિલામાં નેતૃત્વનાં ગુણો વિકસે તે બાબતે સંમેલન યોજાયું હતું. આ તકે નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાલુકા વિકાસ અધિકારી એન. એમ. તરખાલા, ટંકારા મહીલા ફોજદાર એલ. બી. બગડા અને ટંકારા બેન્ક મેનેજરો હાજર રહ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne