એક શખ્સ સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ટંકારા : ટંકારા નજીક મીતાણા નેકનામ રોડ પર આવેલ ઇશ્વરીકૃપા હોટલ પાસે 'તું મારા વિરુદ્ધ કેમ વાતો કરે છે' કહી એક શખ્સે યુવાનને લાફા મારી જાનથી મારો નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ મારામારીના બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દીલીપભાઇ રામજીભાઇ ભાગીયા (ઉ.વ.૩૬, ધંધો-ખેતી, રહે. પ્રભુનગર-મીતાણા, તા.ટંકારા) એ આરોપી જયદીપ બાબુભાઇ બસીયા (રહે. પ્રભુનગર-મીતાણા, તા.ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૫ ના રોજ રાત્રીના આશરે પોણા અગ્યારથી અગ્યારેક વાગ્યાની વચ્ચે મીતાણા નેકનામ રોડ પર આવેલ ઇશ્વરીકૃપા હોટલ પાસે આરોપીએ ફરીયાદીને તુ કેમ મારા વીરુધ્ધ બધે વાતો કરતો ફરે છે તેમ કહી ફરીયાદીને ગાળો આપી લાફાઓ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને બડીકા વડે વાસામા માર માર્યો હતો. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.