સદનસીબે ઘટના સમયે કોઈ પસાર ન થતા મોટી જાનહાની ટળી, મકાન ઘણા સમયથી ખાલી હતું અને જર્જરિત હાલતમાં હતુંટંકારા (મોરબી અપડેટ) : મોરબી જિલ્લા સહિત ટંકારા પંથકમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે ટંકારા નગરમાં ભારે વરસાદની આડઅસર રૂપે એક અકસ્માતની ઘટના સામે આવી છે. ટંકારા નગરના નગર નાકાથી સરકારી હોસ્પિટલ જવાના રોડ પર આવેલું એક અત્યંત જૂનું અને ખંઢેર હાલતનના મકાનની દીવાલ વરસાદને પગલે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. દીવાલ પડવાના કારણે મકાનનો તમામ મલવો, પથ્થરો અને માટી રસ્તા પર આવી પડ્યા હતા.આ ઘટનામાં સૌથી મોટી રાહત એ રહી કે, સદનસીબે દીવાલ ધરાશાયી થઈ તે સમયે ત્યાંથી કોઈ વાહન કે વ્યક્તિ પસાર થઈ રહ્યું ન હતું. આ રસ્તો હોસ્પિટલ જવા માટેનો હોવાથી અહીં સતત અવરજવર રહેતી હોય છે. આ મકાનમાં ઘણા સમયથી કોઈ રહેતું ન હતું અને તે લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.#MorbiUpdate #Tankara #RainDamage #WallCollapse #GujaratMonsoon #BreakingNews #LocalNews #Morbi #Rescue