રોહીશાળા, જોધપર(ઝાલા), ખાખરા ગામે એ.ટી.વી.ટી.નાં ચાલુ કામોનું નિરીક્ષણ કર્યું ટંકારા : ટંકારા તાલુકામાં ચાલતા એટિવિટીના કામો યોગ્ય રીતે થાય છે કે કેમ તેની ચકાસણી કરવાની સાથે-સાથે આજે ટંકારા ટીડીઓ દ્વારા વાછકપર ગામની શાળાની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. ટંકારાના તાલુકા વિકાસ અધિકારી એન.એમ.તરખાલા દ્વારા વાછકપર, રોહીશાળા, જોધપર(ઝાલા), ખાખરા ગામે એ.ટી.વી.ટી.નાં ચાલુ તથા પૂર્ણ કામોની આકસ્મિક ચકાસણી કરવામાં આવી તથા વાછકપર પ્રાથમિક શાળાની આકસ્મિક ચકાસણી કરી શિક્ષકોની હાજરી, બાળકોની હાજરી, સરકારશ્રીનાં ભાર વિના નાં ભણતર માટેનાં ઠરાવ અનુસાર દફ્તરનાં વજનની ચકાસણી કરી અને વિદ્યાર્થીઓનાં વજનથી દફતરનું વજનના વધે તે જોવાની સૂચના આપવામાં આવી તથા સરકારશ્રીની સૂચના મુજબ 4 થી 18 વર્ષનાં બાળકોનો સર્વે કરી તેમને ફરીથી શાળામાં પ્રવેશ કરાવવાની સૂચના આપી હતી.