ટંકારા : કોરોના વાયરસના કપરા કાળમાં ઈમર્જન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સ સેવાની વિના મૂલ્યે સર્વિસ કરનાર બે કોરોના વોરિયર્સની કામગીરીને અમદાવાદ હેડ ઓફિસ દ્વારા બીરદાવવામાં આવી છે. કોરોના વાયરસને પગલે લાગેલા લોકડાઉનના કપરા કાળમાં પરીવારની પરવાહ કર્યા વિના સમાજ માટે ઈમર્જન્સી એમ્બ્યુલન્સ સેવા માટે કાર્યરત ૧૦૮ની વાનનુ વિનામુલ્યે તાત્કાલિક રીપેરીંગ અને સર્વિસ કરનાર જે. પટેલ વિલ એલાઈમેન્ટવાળા કેયુરભાઈ દુબરીયા અને બહુચર બેટરીવાળા પરેશભાઈ ઢેઢીને ૧૦૮ ઇમરજન્સી સેવા - અમદાવાદ દ્રારા સન્માન પત્ર અર્પણ કરી બિરદાવવામાં આવ્યા હતા. આ બન્ને યુવકો કોરોના મહામારીમા રાત-દિવસ ૧૦૮ના સ્ટાફની સાથે કોરોના વોરિયર બની મોરબી જિલ્લાની તમામ ઇમરજન્સી સેવા આપતી વાનને રાત-દિવસ ન જોતા એક ફોન પર તુરંત હાજર થઈને નિઃશુલ્ક રીપેરીંગના કામ કર્યા હતા. જેને મોરબી જિલ્લા અધિકારી વિરાટ પંચાલ અને મોરબી જિલ્લા પાયલોટ સલીમભાઈના હસ્તે સન્માન પત્ર આપીને નવાજવામાં આવ્યા હતા. તેમજ તેમનો ખુબ ખુબ આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વિકટ પરિસ્થિતિ વખતે ખડે પગે રહી કામ કરતી ટીમને સમાજ પણ તેમની સાથે છે, એવો અહેસાસ કરાવનાર યુવાનોની ચોમેર પ્રસંશા થઈ રહી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate