આજે ત્રણેય આરોપીના એક દિવસના રિમાન્ડ પુરા થતા ફરી કોર્ટમાં રજૂ કરાશે ટંકારા : ટંકારામાં થોડા સમય પહેલા જુથ અથડામણની બનેલી ઘટનામા પોલીસે નાસ્તા ફરતા 3 આરોપી ને ટંકારા પોલીસે ઝડપી લીધા હતા અને આરોપીઓના એક દિવસ માટે રીમાન્ડ મંજુર કરાયા હતા. ત્યારે આજે એક દિવસના રિમાન્ડ પુરા થતા ફરી ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાશે ટંકારમાં થોડા મહિના પહેલાં એક જ પરિવારના સભ્યો દવાખાના રોડ પર હથિયારો સાથે સામ સામે આવી ગયા બાદ જૂથ અથડામણની ઘટના બની હતી. જેમા 31 જેટલા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જોકે પોલીસે અગાવ 10 થી વધુ આરોપીઓની ધડપકડ કરી હતી. બાદમાં અન્ય આરોપી પણ પોલીસ હાથે ચડ્યા હતા ત્યારે હોસ્પિટલમાં દાખલ એકનુ મોત થતા મામલો હત્યામા પલ્ટી ગયો હતો. જોકે આ મામલે બન્ને પક્ષ ના આરોપી ફરાર હોય ગત તારીખે ટંકારા ઉપ સરપંચ સહિતનાની ધરપકડ કરી હતી. જેમાં સલિમ હાસમ સંધી, ગફાર ઈબ્રાહીમ અને હાસમ ઇસ્માઇલ ને અટક કરી કોર્ટમા રજુ કરી રીમાન્ડની માગણી કરી હતી અને કોર્ટએ એક દિવસ માટે રીમાન્ડ મંજુર કર્યા હતા આજે રિમાન્ડ પુરા થતા ફરી ટંકારા પોલીસ કોર્ટમા આરોપીને રજુ કરશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news