તસ્કરો એનાઉસમેન્ટ કરવાનું માઇક્રોફોન પણ ઉઠાવી ગયા ટંકારા : ટંકારા નજીક મીતાણા-ગણેશપર-વિરવાવ રોડ ઉપર આવેલ અમૃતમ વિદ્યાલયની ઓફીસમાંથી રૂ. ૫૫૦૦ની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. તસ્કરો આ રોકડની ચોરી કરવાની સાથે સ્કૂલમાંથી એનાઉસમેન્ટ કરવાનું માઇક્રોફોન પણ ઉઠાવી ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સંજયભાઇ ભીખાભાઇ ભાગીયા (ઉ.વ.૪૧, ધંધો-વકીલાત, રહે.મીતાણા, પ્રભુનગર, તા.ટંકારા) એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૪ ના રોજ ટંકારા મીતાણા-ગણેશપર-વિરવાવ રોડ ઉપર અમૃતમ વિદ્યાલયમાં તસ્કરો ત્રાટકયા હતા. જેમાં ફરીયાદીની અમૃતમ સ્કુલમા કોઇ અજાણ્યા ચોર ઇસમે રાત્રીના સમયે અંદર પ્રવેશ કરી ઓફીસના તેમજ અન્ય રૂમના તાડા તોડી ઓફીસના ટેબલમા રાખેલ રોકડ રૂ. ૫૫૦૦ તથા એક એનાઉન્સ મેન્ટ કરવાનુ માઇક્રોફોનની ચોરી કરી ગયા હતા. બાદમાં ફરીયાદીની સ્કુલના ટ્રસ્ટીઓની મીટીંગ મળેલ જેમા નક્કી કરેલ કે આ બાબતે પોલીસમા ફરિયાદ કરવાનું નક્કી થતા ગઈકાલે આ બનાવની ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવ અંગે ટંકારાના પીએસઆઇ બી.ડી.પરમાર વધુ તપાસ ચાલવી રહ્યા છે.