ટંકારા : ટંકારામાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં નિરવ ડેરીની બાજુમાં રહેતા નરેશભાઇ હિરાભાઇ લો (ઉ.વ. 40)એ ગત તા. 19ના રોજ ઘર પાસે હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી નંબર જીજે-૦૩-એફ.એસ-૦૨૩૧ રાખેલ હતું. ત્યારે રાત્રીના આશરે 11 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધીમાં બાઇકને ચોરી થઇ ગઈ હતી. ટંકારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અને હાલમાં પોલીસ દ્વારા ચોરને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.