ટંકારા : ટંકારાના હમીરપર ગામે ખેતીની જમીન પાસે દુકાન બનાવવા મામલે યુવાનને એક શખ્સે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની ટંકારા પોલીસ મથકેમાંથી મળતી વિગતો અનુસાર ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા શૈલેષભાઇ ગંગારામભાઈ કોરિગા ઉ.વ.39એ રાજેશ ઉર્ફે મુન્નો વાલાભાઈ ઝાપડા સામે ફરિયાદ નોંધાવી હતી કે,ગતતા 25 માર્ચના રોજ તેઓ હમીરપર ગામે પોતાની ખેતીની જમીનમાં હતા.જોકે અગાઉ તેમણે આરોપીને ખેતીની જમીન પાસે દુકાન બનાવવાની ના પડતા આ બાબતનો ખાર રાખી આરોપીએ ફરિયાદી યુવાન સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news