મિત્રતા દિવસ નિમિતે શૈક્ષણિક કીટનું વિતરણ ટંકારા : ટંકારાના નાના રામપર ગામે મિત્રતા દિવસની અલગ જ ઉજવણી કરવામાં આવી હતી. નવયુગ શૈક્ષણિક સંકુલના શિક્ષકે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ ભેટ આપી હતી. ટંકારાના નાના રામપરમાં મહેન્દ્રપુરના શિક્ષકે મિત્રતા દિવસ એટલે કે ફ્રેન્ડશીપ ડે નિમિતે પોતાના વિદ્યાર્થીઓને મિત્ર સમજીને અનોખી ભેટ આપી હતી. જેમાં નવયુગ શૈક્ષણિક સંકુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રપુર ગામના જગદીશભાઈ રાણવા દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. તેમજ દરરોજ ૧૦ તથા ૧૨ ધોરણના વિદ્યાથીને તદ્દન ફ્રી માં ટ્યુશન આખા વર્ષ આપવાની જાહેરાત કરી મિત્રતા દિવસ નિમિત્તે વિદ્યાથીઓને અલગ જ ભેટ આપી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne