ટંકારા : ગુજરાભરમાં આજથી ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે ટંકારાના અગ્રણીઓએ બોર્ડના પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવી શુભેચ્છા આપી હતી. ટંકારામાં ઓરપેટ કન્યા છાત્રાલય, એમ. પી. દોશી વિદ્યાલય, એમ. ડી. વિદ્યાલય, ઓમ વિદ્યાલય, લાઈફ લિંકસ વિદ્યાલય સહિતની કેન્દ્રોમાં આગેવાનોએ હાજર રહી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. તેમજ પરીક્ષાર્થીઓને પરીક્ષા સારી જાય, તેવી શુભેચ્છા પાઠવી હતી. જેમાં વિદ્યાર્થી એકતા સંગઠન ઈન્ડિયન લાયન્સ ક્લબના ચનાભાઈ ભોપલીભાઈ એ બાળકોને પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યુ હતું. તેમજ કોગેસના ભુપત ગોધાણી, પરેશ ઉજરીયા, ગ્રાહક સુરક્ષા મંડળના ગૌતમ વામજા સહિતનાએ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.