વાડી માલિકે પોતાની વાડીએ ખેતમજૂરી કરતા ચાર મજૂર સામે નોંધાવી ફરિયાદ ટંકારા : ટંકારાના વાછકપર ગામે આવેલ વાડીએ કપાસમા પાણી વાળવાનુ કહેતા મજૂરોએ વાડી માલિક પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં વાડી માલિકે પોતાની વાડીએ ખેતમજૂરી કરતા ચાર મજૂર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મુળ ટંકારાના વાછકપર ગામના વતની અને હાલ રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ શીવધારા શેરી નં.-૨માં રહેતા મેઘજીભાઇ ચનાભાઇ ડોડીયા (ઉ.વ. ૭૨) એ તેમની જ વાડીમાં ખેતમજૂરી કરતા સાવનભાઇ વસ્તાભાઇ ઠાકોર, રાજેશભાઇ સાવનભાઇ ઠાકોર, મહોબત સેધાભાઇ, મીતેશ સાવનભાઇ ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.૩ ના રોજ રાત્રીના નવ સાડાનવ વાગ્યાના અરસામાં ફરીયાદીએ વાછકપર ગામની સીમમા આવેલ પોતાની વાડીએ જઇ આરોપીઓ કે જેઓ તેમના મજુર હોય જેથી તેને કપાસમા પાણી વાળવાનુ કહેતા આરોપીઓ ઉશકેરાઇ જઈને પોતાના હાથમા લોખંડના પાઇપ વતી ફરીયાદીના માથામા એક ઘા મારી ગંભીર ઇજા કરી તેમજ લાકડી વતી ફરીયાદીને પગમા ઘા મારી ઇજા કરી અને તેમજ લાકડી વતી ફરીયાદીના માથામા ઘા મારી ફરીને ગંભીર ઇજા કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.