અરજદારોએ પોતાના પડતર પ્રશ્નો તલાટી કમ મંત્રી અથવા મામલતદાર કચેરીએ રજૂ કરવાના રહેશેટંકારા (મોરબી અપડેટ) : મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ટંકારા મામલતદાર કચેરી ખાતે આગામી 22 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 11 કલાકે તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રજૂ થયેલા પ્રશ્નો સંબંધિત ખાતાના અધિકારીઓ અને નાયબ કલેક્ટર દ્વારા સાંભળવામાં આવશે.નાગરિકોને તેમના તાલુકા કક્ષાના પ્રશ્નો માટે ઉચ્ચ કક્ષાએ જવું ન પડે તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. સપ્ટેમ્બર-2026 ના યોજાનાર આ કાર્યક્રમ માટે અરજદારો પોતાના પડતર પ્રશ્નો કે ફરિયાદો 1 થી 10 સપ્ટેમ્બર સુધીમાં ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રીને અથવા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીએ પહોંચતા કરી શકશે. અરજીના મથાળે 'તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ' સ્પષ્ટ અક્ષરે લખવાનું રહેશે. 10 તારીખ બાદ મળેલ અરજીઓ આવતા મહિનાના કાર્યક્રમમાં લેવામાં આવશે.આ કાર્યક્રમમાં અરજી કરતા પહેલા અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઈએ અને તે પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ. કોર્ટ મેટર, પારિવારિક તકરાર, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી, પ્રથમ વખતની અરજી તેમજ અંગત રાગદ્વેષ વાળા કે નામ સરનામાં વગરના પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહિ. અરજીમાં પ્રશ્નકર્તાનું પૂરું નામ, સરનામું, ફોન નંબર અને સહી હોવી ફરજિયાત છે. અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો માટે અલગ-અલગ અરજીઓ કરવાની રહેશે.#Tankara #TalukaSwagatKaryakram #MamlatdarOffice #Morbi #GujaratGovernment #MorbiUpdates #MorbiNews #PublicIssue