ટંકારા : ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 47 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.આજે યોજાયેલ મતદાન પ્રક્રિયામાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યે મતદાન પૂર્ણ થતા સુધીમાં સરેરાશ 72.14 ટકા પ્રોગ્રેસિવ મતદાન નોંધાયું છે. ટંકારા તાલુકામાં કુલ 63997 મતદારો નોંધાયેલા છે જેમાં આજે કુલ 46168 મતદારોએ મતદાન કર્યું હતું જેમાં 24572 પુરુષ અને 21596 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.જો કે મતદાનના ફાઇનલ આંકડા મોડી રાત્રી સુધીમાં આવશે. ટંકારા તાલુકા પંચાયતની બેઠક દીઠ મતદાનના આંકડા નીચે મુજબ છે. 1-ઘુનડા (ખા)-70.85 2-હડમતીયા-75.10 3-હરબટીયાળી-80.86 4-જબલપુર-63.46 5-લજાઇ-૧-76.36 6-લજાઇ-૨-84.55 7-મીતાણા-69.46 8-નાના ખીજડીયા-65.02 9-નસીત૫ર-75.35 10-નેકનામ-69.64 11-ઓટાળા-74.12 12-સાવડી--0.00 13-ટંકારા-૧-75.68 14-ટંકારા-ર-72.18 15-ટંકારા-૩-71.90 16-વીરવાવ-60.40