ટંકારા : આવતીકાલે 21 જૂન ને શનિવારના રોજ 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ટંકારા તાલુકા વહીવટી તંત્ર દ્વારા સમૂહ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની થીમ 'યોગ ફોર હાર્મની એન્ડ પીસ' અન્વયે, યોગના મહત્વ અને તેના શારીરિક તેમજ માનસિક લાભો વિશે જનજાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.ટંકારાની એમ. પી. દોશી વિદ્યાલય ખાતે સવારે 6 કલાકે મુખ્ય યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટંકારા તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય અગ્રણીઓ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહેશે. ઉપરાંત સ્થાનિક નાગરિકો તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના લોકોને ભાગ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તાલુકા મામલતદાર પી. એન. ગોરે જણાવ્યું કે, 'યોગ દિવસની ઉજવણી લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવા માંગીએ છીએ. ટંકારાના દરેક ગામમાં યોગનો સંદેશ પહોંચે તે માટે અમે પ્રયાસરત છીએ. ટંકારા વહીવટી તંત્ર દ્વારા આ યોગ દિવસની ઉજવણી એક સ્મરણીય અને પ્રેરણાદાયી ઘટના બની રહે તે માટે તમામ તૈયારીઓ ચાલુ છે. ત્યારે સૌ તાલુકા વાસીને જોડાવવા ભાવભર્યું આમંત્રણ છે.